પ્રવાસન વિભાગ / સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં ફરવા જતાં પહેલા નિયમ જાણી લેજો, મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાયા ~ Oldtechs.com :: Official Website

a Blog about Home Learning, Circular, Ekam Kasoti, Badli, Result, NMMS, Ghare Shikhiye, Virtual Class, Food Security, Government Schemes, News

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

ads

Sunday, July 18, 2021

પ્રવાસન વિભાગ / સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં ફરવા જતાં પહેલા નિયમ જાણી લેજો, મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાયા

પ્રવાસન વિભાગ / સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં ફરવા જતાં પહેલા નિયમ જાણી લેજો, મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાયાસાબરકાંઠા જિલ્લાના પોલો ફોરેસ્ટમાં 23 ઓગસ્ટ સુધી ફોર વ્હીલર વાહનોને પ્રતિબંધ કરી દેવાયા છે, જેને લઈ ગુજરાત અને રાજસ્થાનથી આવનારા પ્રવાસીઓ અટવાયા


  • પોલો ફોરેસ્ટ પહોંચેલા પ્રવાસીઓ અટવાયા
  • વહીવટી તંત્રના નિર્ણયથી પ્રવાસીઓમાં રોષ
  • 23 ઓગસ્ટ સુધી ફોર વ્હીલરને નો એન્ટ્રી


સાબરકાંઠા જિલ્લાના પોલો ફોરેસ્ટ પરના પ્રતિબંધને લઇને પ્રવાસીઓમાં રોષ છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે લગાવેલા પ્રતિબંધોને લઇને રોષ જાગ્યો છે. કારણ કે, મોટી સંખ્યામાં પોલો ફોરેસ્ટ પહોંચેલા પ્રવાસીઓ અટવાઈ રહ્યા છે. કોરોનાના કેસ કાબૂમાં રહેતા મોટાભાગના પ્રવાસન સ્થળોમાં પ્રતિબંધોમાં રાહત અપાઈ છે. પરંતુ પોલો ફોરેસ્ટમાં 23 ઓગસ્ટ સુધી ફોર વ્હીલર વાહનોને પ્રતિબંધ કરી દેવાયા છે. જેને લઈ ગુજરાત અને રાજસ્થાનથી આવનારા પ્રવાસીઓ અટવાયા છે.શા માટે કાર પર લગાવાયો પ્રતિબંધ

મહત્વનું છે કે, પ્રવાસનસ્થળ હેઠળ વિશેષ સહાય-સહયોગ કરી વિકસિત કરવાની સરકારની નેમ છે. પોલ્યુશન ફ્રી ઇકો ટુરિઝમ હેઠળ મોટા વાહનોની એન્ટ્રી પર રોક લગાવી દેવાયો છે. આ કારણે વહીવટી તંત્રના નિર્ણયને લઇને પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી બાદ કુદરતી સૌદર્યના સ્થળો ફરવા માટે લોકોની પહેલી પસંદગી સામાન્ય રીતે પોલો ફોરેસ્ટ હોય છે. વહીવટી તંત્ર વ્યવસ્થિત સુવિધા આપે તેવી પ્રવાસીઓની માગણી છે. વહીવટીતંત્ર યોગ્ય નિર્ણય નહીં લે તો, આવનારા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા ઘટશે.જોકે સૌથી મોટી વાત એ છે કે, પોલો ફોરેસ્ટ અને પ્રવાસન ધામ વિકસાવાયા બાદ વહિવટી તંત્ર દ્વારા લાખો રૂપિયાની મદદ પણ કરવામાં આવી છે. તેમ જ સ્થાનિક વિસ્તારમાં રોજગારી માટે પણ વિશેષ પ્રયાસ કરાયો છે. જે અંતર્ગત આસપાસના લોકો માટે વિશેષ સહાય પણ કરવામાં આવી હતી.પરંતુ હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ઈકો ટુરિઝમ અંતર્ગત મોટા વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. જેના પગલે હવે અન્ય જિલ્લાઓમાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી શકે તેવી સમસ્યા સર્જાઈ છે.એક તરફ ગુજરાતને પ્રવાસન વિભાગ તરફથી વિશેષ સહાય આપવાની વાતો છે. તો બીજી તરફ હજારોની સંખ્યામાં આવી રહેલા પ્રવાસીઓ માટે કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા ન મળતા આગામી સમયમાં પ્રવાસીઓ ગુજરાતના એકમાત્ર પ્રો-વેડિંગ તેમજ કાશ્મીરની ઉપમા પામી ચૂકેલા પોળો ફોરેસ્ટથી દૂર થાય તેવી સમસ્યા સર્જાઈ છે. જોકે સાબરકાંઠા વહિવટી પ્રશાસન તંત્ર દ્વારા લાગુ પડેલા મોટા વાહનો પરના પ્રતિબંધને પગલે સ્થાનિક વહીવટી કર્મચારીઓ પણ બેબસ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે.


Share:

0 comments:

Post a Comment

Copyright © Oldtechs.com :: Official Website | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com