કોંક્રિટના જંગલ વચ્ચે લીલોતરીનું કવચ: અમદાવાદમાં વધુ એક મીની જંગલ ઊભું કરાશે, જાપાની મિયાવાકી પદ્ધતિથી રિવરફ્રન્ટ પર 45,000 વૃક્ષોનું વાવેતર થશે ~ Oldtechs.com :: Official Website

a Blog about Home Learning, Circular, Ekam Kasoti, Badli, Result, NMMS, Ghare Shikhiye, Virtual Class, Food Security, Government Schemes, News

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

ads

Saturday, July 17, 2021

કોંક્રિટના જંગલ વચ્ચે લીલોતરીનું કવચ: અમદાવાદમાં વધુ એક મીની જંગલ ઊભું કરાશે, જાપાની મિયાવાકી પદ્ધતિથી રિવરફ્રન્ટ પર 45,000 વૃક્ષોનું વાવેતર થશે

કોંક્રિટના જંગલ વચ્ચે લીલોતરીનું કવચ: અમદાવાદમાં વધુ એક મીની જંગલ ઊભું કરાશે, જાપાની મિયાવાકી પદ્ધતિથી રિવરફ્રન્ટ પર 45,000 વૃક્ષોનું વાવેતર થશે  • મંગળવારે રિવરફ્રન્ટ પર ચંદ્રનગર બ્રિજ પાસે ગૃહમંત્રીના હસ્તે વૃક્ષારોપણ
  • ચંદન, સિંદુર, સિરિસ, ઉમરો, રક્તચંદન જેવા 170 પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે
  • બાયોડાયવર્સિટી પાર્ક ફેઝ-1 અત્યારે 20,000 ચોરસ મીટર જગ્યામાં બનાવ્યો છે
  • ફેઝ-2ને 45,000 ચોરસ મીટરમાં વિકસાવવામાં આવશે


અમદાવાદ શહેરમાં વૃક્ષોનું ગ્રીનકવર વધારવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાપાનની ‘મિયાવાકી’ પધ્ધતિથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા પ્લોટ તેમજ રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વૃક્ષો વાવવાનો નિર્ણય કરાયો છે. જેના પગલે આગામી મંગળવારે સાબરમતી રિવરફ્રન્ટ પર ચંદ્રનગર બ્રિજ પાસે આવેલા બાયોડાયવર્સિટી પાર્કની જગ્યા પર જાપાનની ‘મિયાવાકી’ પધ્ધતિથી 45,000 વૃક્ષો વાવી અને મીની જંગલ ઉભું કરવામાં આવશે.
રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક ઉભો કરાશે
રૂપિયા 2.5 કરોડના ખર્ચે ઉભું થનાર આ બાયોડાયવર્સિટી ફેઝ 2નો વૃક્ષારોપણ કાર્યક્રમ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે યોજવામાં આવશે. રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક ઉભો કરવામાં આવ્યો છે જેમાં 20 હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે.


મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આ મામલે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્કમાં 45,000 વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવશે. ચંદન, સિંદુર, સિરિસ, ઉમરો, રક્તચંદન જેવા 170 પ્રકારના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવશે. જેનાથી પક્ષીઓ આકર્ષાય છે. પહેલા 5,000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે, ત્યારબાદ બાકીના 40,000 વૃક્ષો ત્રણ માસમાં રોપવામાં આવશે. પાંચ વર્ષ સુધી માવજત કરવામાં આવશે. મંગળવારે સવારે ગૃહમંત્રીના હસ્તે આ કાર્યક્રમ યોજાવાનો છે.
બાયોડાયવર્સિટી પાર્ક ફેઝ-2માં 45000 હજાર વૃક્ષોનું વાવેતર

2 જ વર્ષમાં વૃક્ષો સ્વાવલંબી બને છે
અત્યારે જે સામાન્ય પદ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરવામાં ત્રણ વર્ષ લાગે છે, તેના કરતા આ મિયાવાકી પદ્ધતિથી 2 વર્ષમાં જ વૃક્ષો સ્વાવલંબી બને છે. ગત વર્ષે નારોલ હાઈવે ખાતે પાયલોટ પ્રોજેકટ તરીકે 3,000 વૃક્ષોનો ઉછેર કર્યો હતો. જેની સફળતા જોતા આ વર્ષે મોટા 5 લાખ વૃક્ષો પૈકી 30 ટકાનો આ પદ્ધતિથી ઉછેર કરવા નિર્ણય કરાયો છે. આ પદ્ધતિ દ્વારા વિવિધ પ્રકારની જમીન પર ઝડપથી, ટકાઉ તથા કેમિકલમુક્ત વન વિસ્તાર વિકસાવી શકાય છે. અને તેનાથી વૃક્ષો ઝડપથી ઉગી શકે છે.


2 જ વર્ષમાં વૃક્ષો સ્વાવલંબી બનશે

કેવી રીતે વૃક્ષારોપણ કરાશે?
6 થી 12 ઇંચના અંતરે રોપા રોપવામાં આવે છે. પહેલા વર્ષે છોડની ઊંચાઈ 12 થી 15 ફૂટ થઈ જાય છે. જયારે બીજા વર્ષે 20-25 ફૂટની ઊંચાઈ થાય છે. મિયાવાકી વૃક્ષોની કાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા 30 ગણી વધુ છે અને 10 ગણી ઝડપી વધે છે. તેમાં 30-40 પ્રકારના વૃક્ષો ઉગાડી શકાય. બે વર્ષમાં આ‌ વૃક્ષો સ્વાવલંબી બને છે.


ફેઝ-2ને 45,000 ચોરસ મીટરમાં વિકસાવવામાં આવશે


જાપાનીઝ પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરાશે
Share:

0 comments:

Post a Comment

Copyright © Oldtechs.com :: Official Website | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com