સ્ટેડિયમ જેટલો વિશાળ એસ્ટેરોઈડ ખૂબ જ ઝડપથી ધરતીની તરફ આગળ વધી રહ્યો છે. જે 24 જુલાઈએ ધરતી સાથે ટક્કરાશે.
- સ્ટેડિયમ જેટલો વિશાળ એસ્ટેરોઈડ ધરતી તરફ આવી રહ્યો છે
- 28,800 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વીની તરફ આવી રહ્યો છે.
- 24 જુલાઈએ રાતે અપોલો નામની કક્ષાથી પસાર થશે
કોરોના સંકટ, વાવાઝોડુ, પુર અને ભૂકંપના કારણે ધરતી પર એક બાદ એક આફત આવી રહી છે. હવે સ્ટેડિયમ જેટલો વિશાળ એસ્ટેરોઈડ ખૂબ જ ઝડપથી ધરતીની તરફ આવી રહ્યો છે. જે 24 જુલાઈએ ધરતી સાથે અથડાશે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાશાના વૈજ્ઞાનિકોએ તેને ખૂબ જ ખતરનાક ગણાવ્યો છે.
કેટલો વિશાળ છે એસ્ટેરોઈડ
રિપોર્ટ અનુસાર આ વિશાળ એસ્ટેરોઈડ આઠ કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 28,800 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વીની તરફ આવી રહ્યો છે. ધરતી તરફ વધવાની તેની ગતી એટલી વધારે છે કે જો કોઈ ગ્રહ અથવા વસ્તુ તેની સાથે અથડાય તો તે ત્યા જ તબાહ થઈ જાય. નિયર-અર્થ ઓબ્જેક્ટ 20 મીટર પહોળુ છે અને 28,70,847,607 કિમી દૂરથી દેખાશે. જે પૃથ્વી અને ચંદ્રની વચ્ચે કુલ દૂરીના આઠ ગણું છે.
24 જુલાઈએ થશે પસાર
એનઈઓ 24 જુલાઈએ રાતે અપોલો નામની કક્ષાથી પસાર થશે. જોકે તેને પૃથ્વી સાથે અથડાવવાની કોઈ સંભાવના નથી. તેમ છતાં વૈજ્ઞાનિકોએ તેને સંભવિત ખતનાક એસ્ટેરોઈડની શ્રેણીમાં મુક્યો છે. તેના માટે નાસાના વૈજ્ઞાનિકો સતત તેના પર નજર રાખી રહ્યા છે. જણાવી દઈએ કે પહેલા પણ એસ્ટેરોઈડ 2021KT1 પૃથ્વીની નજીકથી પસાર થયો હતો જે એફિલ ટાવરના આકાર બરાબર હતો.
0 comments:
Post a Comment